ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.”
પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.”