19 ઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાનો હાથ પક્ડીને જુદો લય જયને પુછયું કે, “તુ મને શું કેવા માગે છે?”
આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”
આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”
પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો.
તઈ સિપાયોના ટોળાએ, જમાદાર અને યહુદી લોકોના અધિકારીઓએ ઈસુને પકડયો અને એને બાંધી દીધો.
તઈ ઈ એને પોતાની હારે એરિયોપાગસ નામની સભામાં લય ગયા અને પુછયું કે, “શું અમે જાણી હકી છયી કે, આ નવું શિક્ષણ જે તુ હંભળાવ છો, ઈ શું છે?
તઈ એણે પાઉલના ભાણીયાને સિપાય દળના સરદારની પાહે લય જયને કીધું કે, “બંધી પાઉલે મને બરકીને વિનવણી કરી કે, આ જુવાન સિપાય દળના સરદારને કાક કેવા માગે છે, આને એની પાહે લય જાવ.”
એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે,