17 ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.”
જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.
તઈ સિપાયોના ટોળાએ, જમાદાર અને યહુદી લોકોના અધિકારીઓએ ઈસુને પકડયો અને એને બાંધી દીધો.
હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”
પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું.
તઈ એણે પાઉલના ભાણીયાને સિપાય દળના સરદારની પાહે લય જયને કીધું કે, “બંધી પાઉલે મને બરકીને વિનવણી કરી કે, આ જુવાન સિપાય દળના સરદારને કાક કેવા માગે છે, આને એની પાહે લય જાવ.”
તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો.