એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે,
પણ એની વાત તો માનતો, કેમ કે એમાંથી લગભગ સ્યાલીસથી વધારે માણસો પાઉલને મારી નાખવા માગે છે, તેઓએ આ હમ ખાધા છે કે, જ્યાં લગી પાઉલને મારી નો નાખી ન્યા લગી કાય પણ ખાહુ-પીહુ નય. અત્યારે જ તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જોવે છે.”