9 જે મારી હારે હતાં, તેઓએ અજવાળું જોયુ, અને એનો અવાજ હાંભળી રયા હતાં, પણ તેઓ હમજી નો હક્યાં કે, કોણ વાત કરી રયા હતા.
તો હે રાજા, મારગમાં બપોરના ટાણે મે આભમાં સુરજના તેજ કરતાં વધારે એક અજવાળૂ, મારા સાથીઓની સ્યારેય બાજુ સમકતા જોયું,
જે માણસો એની હારે હતાં, ઈ સાનામાના રયા કેમ કે, તેઓને અવાજ તો હંભળાતો હતો, પણ કોય દેખાતું નોતું.