8 મે જવાબ દીધો કે, “હે પરભુ, તુ કોણ છે?” એણે મને કીધું કે, “હું નાઝરેથનો ઈસુ છું, જેને તુ સતાવ છો.”
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”
તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.”
પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.”
અને હું જમીન ઉપર પડીયો અને આ શબ્દ હભળાણો, “શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવ છો?”
મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ.
તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”
તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.
કેમ કે, અમે એને આવું કેતા હાંભળ્યો છે કે, આ નાઝરેથ ગામનો ઈસુ મંદિરને પાડી નાખશે, અને ઈ રીતી રીવાજને બદલી નાખશે જે મુસાએ આપણને આપ્યા છે.”
કેમ કે, જે પરકારે દેહ એક છે અને એના અંગો, બોવ છે, અને તે એક દેહના બધાય અંગો, ધણાય હોવા છતાં પણ બધાય મળીને એક જ દેહ છે, એમ જ મસીહ પણ છે.