Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 22:5 - કોલી નવો કરાર

5 આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 22:5
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ બીજો હવાર થાતાજ માણસોના વડીલો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકો ભેગા થયા, તેઓ ઈસુને લય જયને પુછયું કે,


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે.


“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.


“ભાઈઓ અને આગેવાનો હું તમારી હામે મારો બસાવ રજુ કરું છું હાંભળો!”


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો.


ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.


આજ વાત હાટુ જઈ હું મુખ્ય યાજકોનો અધિકાર અને આજ્ઞા પત્ર લયને દમસ્કસ શહેરમાં જાતો હતો,


ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.


તેઓએ એને કીધું કે, “નો અમને તારી વિષે યહુદીયા પરદેશના વિશ્વાસી લોકોથી સીઠ્ઠીઓ મળી, અને અમારા લોકોમાંથી કોયે આવીને તારી વિષે કાય બતાવ્યું અને નો કાય ખરાબ કીધુ.


અને હવે ઈ ભાઈઓ, હું જાણું છું કે, તમે અને તમારા આગેવાનોએ ઈસુને જાણીયા વગર મારી નાખ્યો, તમને ખબર નોતી કે ઈ મસીહ છે.


બીજા દિવસે એના આગેવાન, વડીલો અને યહુદી નિયમના શિક્ષકો યરુશાલેમ શહેરમાં એક જગ્યાએ ભેગા થયા.


ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.


અને આયા પણ એને મુખ્ય યાજકોના દ્વારા અધિકાર મળ્યા છે કે, જે લોકો તારા ઉપર વિશ્વાસ કરે છે, ઈ બધાયને બોધ કરીને યરુશાલેમ શહેરમાં લય જા.”


જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.


જો જુસ્સાના વિષે કેતા હો, તો હું મંડળીની ઉપર જુલમ કરનારો, અને યહુદી નિયમો પાળવામાં હું ન્યાયી માણસ હતો કેમ કે, મે બધાય નિયમો પાળ્યા હતા.


મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ