Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 22:30 - કોલી નવો કરાર

30 બીજે દિવસે એણે ઠીક-ઠીક જાણવાની ઈચ્છાથી કે યહુદી એના ઉપર કેમ આરોપ લગાડે છે, ઈ હાટુ એના બંધન ખોલી દે, અને મુખ્ય યાજકો અને બધીય મંડળીને ભેગી થાવાની આજ્ઞા આપી, અને પાઉલને લીયાવીને મોટી સભાની આગળ ઉભો રાખી દીધો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 22:30
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે.


અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.


પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.


એણે અમારી પાહે આવીને પાઉલનો કડે બાંધવાનો પટો લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કીધું કે, “પવિત્ર આત્માએ આ કીધું છે કે જે માણસનો આ કડે બાંધવાનો પટો છે, એને યરુશાલેમમાં યહુદી લોકો આવી રીતે બાંધીને, અને બીજી જાતિઓના હાથમાં હોપશે.”


તઈ સિપાય દળના સરદારે પાઉલની પાહે આવીને એને પકડી લીધો, અને બે હાકળૂથી બાંધવાની આજ્ઞા દઈને પૂછવા લાગ્યો કે, “ઈ કોણ છે અને એણે શું કરયુ છે?”


આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


ઈ હાટુ મોટી સભાની મંડળી સહિત સિપાય દળના સરદારોને હમજાવો કે પાઉલને તમારી પાહે લીયાવે, આ કયને કે અમે એના વિષે પુરી તપાસ કરીને આરોપ લગાડવા માંગી છયી, અને અમે એને તારી પાહે પુગીયા પેલાથી મારી નાખવા હાટુ તૈયાર રેહુ.”


એણે કીધું કે, “યહુદી લોકોના આગેવાનોએ કાવતરું કરયું છે કે, તને વિનવણી કરે કે કાલે પાઉલને મોટી સભામાં લીયાવે, આ ક્યને કે ઈ વધારે હારી રીતેથી એની તપાસ કરવા માગે છે,


હું જાણવા માંગું છું કે, ઈ એના ઉપર હેની લીધે આરોપ લગાડ છો, ઈ હાટુ એને એની મોટી સભામાં લય ગયો.


તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


પાઉલે કીધું કે, “પરમેશ્વરથી મારી પ્રાર્થના આ છે કે શું થોડાકમાં જ, શું બોવમાં, ખાલી તુ જ નય, પણ જેટલા લોકો આજ મારું હાંભળે છે, મારી ઈચ્છા છે કે, તમે બધાય મારી જેમ મસીહ બનશો, પણ એક કેદીના રૂપમાં નય.”


ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ