29 તઈ જે લોકો એને પારખવાના હતાં, ઈ તરત એની પાહેથી હટી ગયા, અને સિપાય દળનો સરદાર પણ આ જાણી કે ઈ રોમી છે અને મે એને બાંધ્યો છે, બીય ગયો.
તઈ સિપાય દળના સરદારે પાઉલની પાહે આવીને એને પકડી લીધો, અને બે હાકળૂથી બાંધવાની આજ્ઞા દઈને પૂછવા લાગ્યો કે, “ઈ કોણ છે અને એણે શું કરયુ છે?”
આ હાંભળીને સિપાય દળના સરદારે કીધું કે, “મે રોમી નાગરિક થાવાનો હક બોવ રૂપીયા દયને મેળવો છે.” પાઉલે કીધું કે, “હું તો જનમથી જ રોમી છું.”
કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.