28 આ હાંભળીને સિપાય દળના સરદારે કીધું કે, “મે રોમી નાગરિક થાવાનો હક બોવ રૂપીયા દયને મેળવો છે.” પાઉલે કીધું કે, “હું તો જનમથી જ રોમી છું.”
તઈ સિપાય દળના સરદારે એની પાહે આવીને કીધું કે, મને કે, શું તુ રોમી છે? એણે કીધું કે, “હાં.”
તઈ જે લોકો એને પારખવાના હતાં, ઈ તરત એની પાહેથી હટી ગયા, અને સિપાય દળનો સરદાર પણ આ જાણી કે ઈ રોમી છે અને મે એને બાંધ્યો છે, બીય ગયો.
ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.
ઈ હાટુ તમે, બિનયહુદી પરદેશી અને મુસાફર નથી રયા પણ તમે પરમેશ્વરનાં પવિત્ર લોકોની હારે સાથી નાગરિક છો અને તમે પરમેશ્વરનાં પરિવારના સભ્ય છો.