26 હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”
તઈ સિપાયોના ટોળાએ, જમાદાર અને યહુદી લોકોના અધિકારીઓએ ઈસુને પકડયો અને એને બાંધી દીધો.
જઈ ઈ એને કોરડા મારવા હાટુ બાંધી રયા હતાં, તો પાઉલ ઈ હો સિપાઈના અધિકારીની પાહે ઉભો હતો, અને એણે કીધું કે, “શું આ ઠીક છે કે, તુ એક રોમી માણસને, અને ઈ પણ કય ગુના વગર, કોરડા મરવો છો?”
તઈ સિપાય દળના સરદારે એની પાહે આવીને કીધું કે, મને કે, શું તુ રોમી છે? એણે કીધું કે, “હાં.”
તઈ જે લોકો એને પારખવાના હતાં, ઈ તરત એની પાહેથી હટી ગયા, અને સિપાય દળનો સરદાર પણ આ જાણી કે ઈ રોમી છે અને મે એને બાંધ્યો છે, બીય ગયો.
આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે.