25 જઈ ઈ એને કોરડા મારવા હાટુ બાંધી રયા હતાં, તો પાઉલ ઈ હો સિપાઈના અધિકારીની પાહે ઉભો હતો, અને એણે કીધું કે, “શું આ ઠીક છે કે, તુ એક રોમી માણસને, અને ઈ પણ કય ગુના વગર, કોરડા મરવો છો?”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”
પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.
જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.