પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”
જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.
કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.