પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.