Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 22:14 - કોલી નવો કરાર

14 તઈ એણે કીધું કે, “અમારા બાપ દાદાના પરમેશ્વરે તને ઈ હાટુ ગમાંડ્યો કે, તુ એની ઈચ્છાને જાણ, અને ઈ ન્યાયી એટલે મસીહને જોવે અને એના મોઢે વાતુ હાંભળ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 22:14
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


આ ઈઝરાયલ દેશના લોકોને પરમેશ્વરે આપડા બાપ દાદાથી ગમાડી લીધા છે, અને જઈ ઈ મિસર દેશમાં પરદેશી થયને રેતા હતાં, તો એનો પરિવાર બોવ વધ્યો, અને સામર્થવાન હાથોથી મિસર દેશની ગુલામીમાંથી કાઢી લાવ્યો.


કેમ કે, તુ એની તરફથી બધાય લોકોની હામે ઈ વાતોનો સાક્ષી થાય, જે તે જોય અને હાંભળી છે.


અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”


પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું


પણ હવે તુ ઉઠ, અને ઉભો થા, મે તને ઈ હાટુ દર્શન દીધા છે કે, તને મારો સેવક બનાવું, અને જે દર્શન તુ જોય હકે છે, અને જે દર્શન જોયા પછી એનો સાક્ષી બનાવય.


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


કેમ કે, જે મેં પરભુ પાહેથી શિક્ષણ મેળવ્યું હતું ઈ મેં તમને પણ આપી દીધુ, એટલે કે, જે રાતે પરભુ ઈસુને દગાથી પકડાવામાં આવો હતો,


મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો.


અને છેલ્લે એણે મને હોતેન દર્શન દીધા, જેમ કે, વખત પેલા જનમેલો બાળક હોય.


જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


કેમ કે, હું માણસની પાહેથી આ પામેલો કે શીખેલો નથી પણ ઈસુ મસીહે મને હાસી રીતે શીખવાડ્યું છે.


પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.


હું પાઉલ ગમાડેલો ચેલો આ પત્ર તિમોથીને લખી રયો છું, પરમેશ્વરે મને એટલા હાટુ ગમાડયો કે, હું ઈસુ મસીહનો ગમાડેલો સેવક બનું, અને પરમેશ્વરે મને ઈ હાટુ મોકલ્યો જેથી હું લોકોને બતાવી હકુ કે, એણે મસીહ ઈસુમાં વિશ્વાસ કરનારાઓને અનંતજીવન દેવાનો વાયદો કરયો છે,


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ