જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.
તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”
મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.