11 જઈ ઈ તેજની સમકથી મને કાય દેખાણું નય, તો હું પોતાના સાથીઓના હાથ પકડીને દમસ્કસ શહેરમાં આવ્યો.
જો તારું આખું દેહ અંજવાળું હોય, અને એનો કોય ભાગમાં અંધારું નય રેય, તો બધીય જગ્યાએ અંજવાળું થાહે, જેમ એક દીવો પોતાને અંજવાળાથી તમને અંજવાળું આપે છે.
હવે જોવ, પરભુ તને સજા આપવાનો છે, અને તુ થોડાક વખત હુધી આંધળો રેય, અને બપોર વસ્સે તડકામાં તુ કાય પણ નય જોય હક. આ કેતા જ જાખું-જાખું અને અંધારું એની આંખુમાં થય ગયુ, અને ઈ સ્યારેય બાજુ ફાફા મારવા મંડો કે, કોય એનો હાથ પકડીને લય જાય.”