10 તઈ મે કીધું કે, “હે પરભુ, હું શું કરું?” પરભુએ મને કીધું કે, “ઉભો થા અને દમસ્કસ શહેરમાં જા, અને જે કાય તારે કરવા હાટુ ઠરાવામા આવ્યું છે, ઈ તને બધુય બતાવવામાં આયશે.”
તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.