જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું.