39 પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”
પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”
હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.
પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.
એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.