38 શું તુ મિસર દેશનો નથી, જે ઈ દિવસો પેલા સરકારની હામે બળવો કરીને સ્યાર હજાર હથિયાર બંધ બળવાખોરોને વગડામાં લય ગયો હતો?”
જો તેઓ તમને કેય કે, “જોવો, ઈ વગડામાં છે,” તો બારે નો જાતા અને કેય કે, જોવો ઈ ઓયડીમાં છે, તો વિશ્વાસ કરતાં નય.
તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.
ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.
ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો.
અમારુ અપમાન હોવા છતાય વિનવણી કરી છયી; અમે હજી હુંધી જગતથી ધિક્કાર પામેલા અને કસરા જેવા છયી.