મે કીધું કે, હે પરભુ, ઈ તો તમે જાણો છો કે, હું તારા ઉપર વિશ્વાસ કરનારાઓને જેલખાનામાં નાખી અને બધીય યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મરાવતો હતો.
તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.