29 (તેઓએ એવુ કીધું કે, કેમ કે પેલા એફેસી શહેરમાં રેનારા ત્રોફીમસને જે બિનયહુદી હતો, પાઉલની હારે શહેરમાં જોયો હતો. અને હમજ્યાં હતાં કે પાઉલ એને મંદિરમાં લીયાવ્યો છે.)
જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.
બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.