28 “હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
અને યહુદી વિશ્વાસી લોકોને તારા વિષે બતાવવામાં આવ્યું છે કે, તુ બિનયહુદી લોકોમા રેનારા યહુદી લોકોને મુસાના નિયમને મુકી દેવાનું શિખવાડ છો, અને કેય છે કે, પોતપોતાના બાળકોની સુનન્ત નો કરાવો અને યહુદી લોકોના રીતી રીવાજ પરમાણે નો હાલો.
ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,