26 બીજા દિવસે પાઉલે ઈ માણસો હારે જયને પોતે શુદ્ધ કરયો, તઈ ઈ મંદિરમાં ગયો, અને ન્યા કય દીધુ કે શુદ્ધ થાવાના દિવસે, એટલે એનામાંથી દરેક હાટુ બલિદાન સડાવવા હુધી દિવસ ક્યારેય પુરો થાહે નય.
ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,