Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 21:20 - કોલી નવો કરાર

20 તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 21:20
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.


પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્‍નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.”


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.


તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.


પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.


પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.


કેમ કે, હું એની વિષે સાક્ષી આપું છું કે, પરમેશ્વર હાટુ તેઓને આતુરતા છે, પણ ઈ જ્ઞાન પરમાણે નથી.


અને મારા વડવાઓના ધરમ વિષે હું બોવ જ ઝનૂની બનીને મારી જાતિના ભાઈઓમાંના ઘણાય સાથીઓ કરતાં યહુદી ધરમમાં વધારે પ્રગતિથી વધતો ગયો.


મારી લીધે તેઓએ પરમેશ્વરની મહિમા કરી છે.


આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ