17 જઈ અમે યરુશાલેમ શહેરમાં પુગીયા, તો વિશ્વાસી ભાઈઓ અને બહેનોએ મોટા આંનદની હારે અમારું સ્વાગત કરયુ.
એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.
જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.
તુર શહેરથી સાલું કરેલી યાત્રા પુરી કરી અમે ટાલેમાઈસ શહેરમાં પુગ્યા. અને ભાઈઓને મળીને સલામ કરીને એની હારે એક દિવસ રયા.
ઈ હાટુ એક-બીજાને અપનાવો ન્યા હુધી કે, પરમેશ્વરની મહિમા કરવા હાટુ જેમ મસીહે તમને અપનાવ્યા છે, જેથી લોકો પરમેશ્વરની મહિમા કરશે.