1 જઈ અમે એનાથી રજા લયને વહાણથી યાત્રા શરુ કરી, તો સીધા મારગમાં કોસ ટાપુમાં આવ્યા, અને બીજા દિવસે રોડેસ ટાપુમાં, અને ન્યાંથી અમે પાતારા ટાપુમાં પુગી ગયા.
જઈ ઈ લોકોને શિક્ષણ આપી રયો, તો સિમોનને કીધું કે, “હોડી ઊંડા પાણીમાં લય જા, અને માછલીઓ પકડવા હાટુ તારી જાળ નાખ.”
એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી.
અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.
ન્યાંથી અમે પાછી યાત્રા ચાલુ કરી કે પણ પવન હામો હોવાના કારણે અમારે સાયપ્રસ ટાપુથી થયને જાવું પડયું.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ અમે થોડા વખત હાટુ મનમા નય પણ દેહિક રીતેથી તમારી હારે નોતા, તઈ અમે બોવ આશાથી તમને જોવા હાટુ હજી વધારે કોશિશ કરી.