8 જે મેડી ઉપર અમે ભેગા થયા હતાં, એમા બોવ દીવા બળતા હતા.
ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.
પછી ઈ માલિક તમને એક મોટી મેડી શણઘારેલી અને તયાર કરેલી દેખાડશે, ન્યા પાસ્ખા ભોજન તયાર કરો.
અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.
અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો.