પછી ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરનો આભાર માનીને તોડી, અને એણે ચેલાઓને આ કેતા આપી કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.
અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”
પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.