ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.
અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.
તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.
હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.
જો કે હું તારાથી રાજી પણ છું કેમ કે, તુ ઈ લોકોના કામોને ધિક્કાર છો; જે નિકોલાયત નામનાં એક માણસના શિક્ષણનું અનુસરણ કરે છે, એવી જ રીતે જેમ હું એના કામોને ધિક્કારૂ છું