પ્રેરિતોનાં કૃત્યો 20:29 - કોલી નવો કરાર29 હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે. အခန်းကိုကြည့်ပါ။ |
હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.
જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.