Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:28 - કોલી નવો કરાર

28 તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:28
61 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને હું પણ એને કવ છું કે, “તું પિતર છે, અને આ પાણા ઉપર હું મારી મંડળી બાંધીશ, એની આગળ અધોલોકની સતાનું જોર નય હાલે.”


“ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”


તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો.


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.


જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.”


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


અને જઈ અમે મિલેતસ શહેરમાં ઉતરયા, તઈ પાઉલે એફેસસ શહેરની મંડળીના વડવાઓને સંદેશ મોકલ્યો, અને મંડળીના વડવાઓને અને લોકોને બોલાવ્યા.


હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે.


અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ.


હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


શું તમારે ખાવા અને પીવા હાટુ તમારું ઘર નથી? કે શું તમે પરમેશ્વરની વિશ્વાસુ મંડળીને ધિક્કારો છો? કે, જેની પાહે કાય નથી તેઓને શરમાવો છો? હું તમને શું કવ? શું એમા હું તમને વખાણું? એમા હું તમારા વખાણ કરતો નથી.


કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.


પરમેશ્વરની આત્મામાં પોતાના ધનરૂપી લોકોના છોડાવવાના સબંધમાં પરભુની મહિમાને અરથે આપણા વારસાની ખાતરી આપી છે.


મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.


આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


જેના લોહી દ્વારા પરમેશ્વરે અમને છુટકારો કા પોતાના પાપો માફ કરયા છે.


વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.”


જો કોય આગેવાન બનવા માગે છે, ઈ ભલાયના કામો કરવાની ઈચ્છા રાખે છે, આ વાત હાસી છે.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


જો કોય માણસ પોતાના પરિવારની હારી રીતે હંભાળ નો રાખી હક્તો હોય, તો ઈ પરમેશ્વરની મંડળીની પણ હંભાળ હારી રીતે નય રાખી હકે.


મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.


તુ પોતાના વ્યવહાર અને લોકોને શું શીખવાડે છે; એમા સાવધાન રે, અને આજ વાતો કરયા કર કેમ કે, એવુ કરવાથી પરમેશ્વર તને અને તારા હાંભળનારાને પણ સજાથી બસાવશે.


જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.


કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ