અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
એણે અમારી પાહે આવીને પાઉલનો કડે બાંધવાનો પટો લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કીધું કે, “પવિત્ર આત્માએ આ કીધું છે કે જે માણસનો આ કડે બાંધવાનો પટો છે, એને યરુશાલેમમાં યહુદી લોકો આવી રીતે બાંધીને, અને બીજી જાતિઓના હાથમાં હોપશે.”
પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.