13 પાઉલે આસોસ શહેરના હાટુ પગે હાલીને યાત્રા કરવાનો નિર્ણય કરયો, અમે બાકીના લોકો ન્યાંથી આગળ વયા ગયા, અને અમે ન્યાંથી એને પોતાની હારે વહાણમાં લેવા હાટુ વિસારતા હતા.
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
એને આ દર્શન જોયને તરત મકદોનિયા પરદેશમા જાવાની તૈયારી કરી કે, આ હમજીને કે પરમેશ્વરે આપણને ઈ લોકોને હારા હમાસાર હંભળાવવા હાટુ બરકા છે.
અને ઈ જુવાનને જીવતો લીયાવ્યા, અને બધાય લોકો બોવ રાજી થય ગયા.
જઈ ઈ આસોસ શહેરમાં અમને મળીયો, તો અમે એને વહાણ ઉપર બેહાડીને મિતુલેને શહેરમાં લીયાવ્યા.
ઈ શાથી યાત્રી અમારાથી આગળ નીકળી ગયા અને ત્રોઆસ શહેરમાં પૂગીને, આપડી વાટ જોતા રયા.