10 પણ પાઉલ નીસે ગયો, અને એની પાહે જયને એને સોટી ગયો, અને ગળે બથ ભરીને કીધું કે, “બીતો નય, કેમ કે ઈ હજી જીવે છે.”
અને ઈસુએ ઘરમાં જયને તેઓને કીધુ કે, “તમારે આવી રીતે દેકારો કરવો અને દુખ દેખાડવુ જરૂરી નથી કેમ કે, દીકરી તો મરી નથી પણ હુતી છે.”
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”
અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો.