આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.
ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે.
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.
આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.
અને યશાયા આગમભાખીયા ઈઝરાયેલના લોકોના વિષે હાંક મારીને કેય છે, જો કે, ઈઝરાયલ દેશના લોકોની સંખ્યા દરિયાની રેતીના કણ જેટલી હોય, તોય એમાંથી થોડાક જ તારણ પામશે.
જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.