45 અને ઈ પોત પોતાની મિલકત અને સામાન વેસીને જેને જરૂર પડતી હતી, એને દય દેતા હતા.
ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”
તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.
એનામાંથી કોયને પણ વસ્તુની ખોટ નોતી, કેમ કે જેની પાહે જમીન અને ઘર હતાં, ઈ એને વેસીને, વેસાએલી વસ્તુના રૂપીયા ગમાડેલા ચેલાઓને આપી દેતા.
અને તેઓ જેને જેટલી જરૂર પડતી હતી; એની પરમાણે દરેક ગમાડેલા ચેલાઓ ભાગ પાડી લેતા.
હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી.
જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “પરમેશ્વર ગરીબ લોકોને ઉદારતાથી આપે છે, અને એનું ન્યાયપણું સદાય ટકે છે.”
પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.