44 બધાય વિશ્વાસ કરનારા લોકો હળી મળીને રેતાતા અને એની બધીય વસ્તુ ઉપર બધાયનો એક હરખો અધિકાર હતો.
બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.
એની થોડીક જમીન હતી, ઈ એણે વેસી નાખી અને એના રૂપીયાને લયને ગમાડેલા ચેલાઓને આપી દીધા.
આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી
શું તે જે જમીન વેસી એની પેલા ઈ તારી નોતી? અને જઈ વેસાય ગય તઈ એના રૂપીયા તારી પાહે નોતા? તારા મનમા આવો ખરાબ વિસાર કેમ આવ્યો? શું તુ અમારી હારે નથી? તુ પરમેશ્વરની હામે ખોટુ બોલે છે.
તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.