આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.
ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.