Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:40 - કોલી નવો કરાર

40 પિતરે ઘણીય વાતોના દ્વારા સાક્ષી દયને અને આ કેતા એને વિનવણી કરી કે તમે પોતાની જાતને આ ખરાબ લોકોથી બસાવો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:40
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.


ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.


ઈસુએ એને જવાબ દીધો કે, “ઓ અવિશ્વાસી લોકો ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? એને મારી પાહે લાવો.”


ઓ ઝેરી એરુના વંશજો, નરકના શિક્ષણથી તમે બસી હકશો નય.


જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”


કેમ કે, મારે પાચ ભાઈઓ છે; અને ઈ તેઓને સેતવણી આપી હકે, જેથી તેઓને આ પીડાની જગ્યા ઉપર નો આવવું પડે.”


પણ જાગતા રયો અને પ્રાર્થના કરતાં રયો જેથી તમે જે આ બધીય વાતો થાવાની છે એમા મજબુત રીતે ઉભા રય હકો, અને માણસના દીકરાની હામે ઉભા રય હકો.


ઈસુએ બીજા ઘણાય કામ કરયા છે. જો એમાંના દરેક લખવામાં આવે તો એટલી બધીય સોપડીઓ થાય કે, એનો સમાવેશ આ જગતમાં પણ નો થાય, એવુ મારું માનવું છે.


અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


અને એણે બીજીવાર ઉપર જયને પરભુભોજન લીધું, અને પછી બધાયે ભેગા થયને ભોજન કરયુ, અને હવાર થય ન્યા હુધી એની હારે વાતો કરતો રયો, પછી ઈ વયો ગયો.


ઈ બધાય પરદેશમા થયને વધારે ચેલાઓને ઉત્સાહિત કરીને ગ્રીક પરદેસ ન્યા આવ્યો.


અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો.


તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.


સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.


ઈ હાટુ આપડે મસીહના રાજદૂત છયી, માનો પરમેશ્વર આપડી દ્વારા તમારીથી વિનવણી કરે છે, આપડે મસીહ તરફથી અપીલ કરે છે કે, પરમેશ્વરની હારે મેળ કરી લ્યો.


ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,


હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્‍નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો.


તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.


તુ પોતાના વ્યવહાર અને લોકોને શું શીખવાડે છે; એમા સાવધાન રે, અને આજ વાતો કરયા કર કેમ કે, એવુ કરવાથી પરમેશ્વર તને અને તારા હાંભળનારાને પણ સજાથી બસાવશે.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ