Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:4 - કોલી નવો કરાર

4 તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:4
55 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે.


જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય.


કેમ કે, ઈ પરમેશ્વરની આગળ મોટો થાહે, અને બધાય પરકારના નશાવાળી વસ્તુઓં કે દ્રાક્ષારસ કોય દિવસ પીહે નય. ઈ એના જનમ પેલા પવિત્ર આત્માથી ભરપૂર થાહે.


જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.


એના બાપ ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂરી થયને એવો આગમવાણી કરવા લાગ્યો કે,


કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.


કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,


પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થયો, અને યર્દન નદીથી પાછો આવ્યો; અને આત્માના દોરાવ્યા પરમાણે વગડામાં રયો;


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


ઈ ક્યને એણે તેઓની ઉપર શ્વાસ ફૂકીને કીધું કે, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.


કેમ કે, યોહાન તો તમને પાણીથી જળદીક્ષા દેય છે,” પણ થોડાક દિવસ પછી પરમેશ્વર તમારી હારે રેવા હાટુ પવિત્ર આત્માને મોકલશે.


પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.


કેમ કે, તેઓએ ઈ લોકોને જુદી-જુદી ભાષામાં બોલતા અને પરમેશ્વરનાં મહિમા કરતાં હાંભળયા. તઈ પિતરે કીધું કે,


“આ લોકોએ આપડી જેમ પરમેશ્વર તરફથી પવિત્ર આત્મા પામ્યો છે; તો હવે એને જળદીક્ષા લેવાથી કોય રોકી હકે નય”


જઈ હું વાતુ કરવા મંડયો, તો પવિત્ર આત્મા એના ઉપર એવી રીતે ઉતરયો કે, જે રીતે શરૂઆતમાં આપડી ઉપર ઉતરયો હતો.


બાર્નાબાસ એક ભલો માણસ હતો, અને પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો, ઈ વખતમાં ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


અને અંત્યોખના વિશ્વાસી લોકો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થાતા ગયા.


તઈ શાઉલ જેનું બીજુ નામ પાઉલ હોતન હતું, પવિત્ર આત્માથી ભરપૂર થયને, એલીમાસ જાદુગરની હામે સીધી નજર કરીને કીધું કે,


અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે.


જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો.


જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.


તઈ તેઓની હામે એવી આગ પરગટ થય, જે એક જીભ જેવું હતુ, જે નોખી થયને એમાંના દરેક માણસ ઉપર રોકાય ગય.


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે,


ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી.


આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.


સ્તેફન કૃપા અને સામર્થથી ભરપૂર થયને લોકોને મોટા-મોટા અદભુત કામો અને સમત્કાર દેખાડયા કરતો હતો.


પણ એણે પવિત્ર આત્મામાંથી ભરપૂર થયને સ્વર્ગની હામું જોયું તો પરમેશ્વરની મહિમાને જોય, અને ઈસુને પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.


તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો.


તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.


જો કે, હું માણસોની અને સ્વર્ગદુતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ હોય નય, તો પછી રણકાર કરનારા પિત્તળ કા ઝણકાર કરનારા ઝાંઝરી જેવો હું છું.


પ્રેમ કોયદી ઓછો થાતો નથી, પણ આગમવાણી કરવાનું દાન હોય તો ઈ નાશ થાહે; ભાષાઓ ભુલાય જાહે; બુદ્ધિ હોય તો ઈ વીસરી જાહે.


હું પરમેશ્વરનો આભાર માનું છું કે, હું બધાયની હરખામણીમાં ઘણીય વાર બીજી ભાષામાં બોલુ છું.


હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.


મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.


અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ