31 દાઉદે જોયું કે, ભવિષ્યમાં પરમેશ્વર શું કરવા જય રયો છે, અને ઈ હાટુ એણે જઈ મસીહને મરેલામાંથી જીવતા થાવાના વિષે વાત કરી કે, એને અધોલોકના જગતમાં પડયો રેવા દીધો નય; એનો દેહ હડી ગયો નય.
અને ઓ કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; કેમ કે, જે સમત્કારી કામો તારામાં થયા, તે જો સદોમ શહેરમાં થયાં હોત, તો, ઈ આજ લગી હયાત રેત.
ઈ વાતો રાજા દાઉદ પણ ગીતશાસ્ત્રની સોપડીમા બીજી જગ્યા કેય છે, તુ આપડા પવિત્ર માણસને હડવા નય દેય.
કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.
અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.
શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.