ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”
પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”
આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”
ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.