આ વાત હાટુ પ્રમુખ યાજક અને મોટી સભાના બધાય વડીલ લોકો સાક્ષી છે કે, એનામાંથી યહુદી ભાઈઓની હાટુ સીઠ્ઠીઓ લયને દમસ્કસ શેહેરમાં જાતો હતો કે, જે ન્યાંથી એને હોતન દંડ દેવા હાટુ બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવું.
રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.