28 તે મને જીવનનો મારગ દેખાડયો છે, તારી હાજરીમાં તું મને આનંદથી ભરી દેય .
ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.
કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.
“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.