26 આની લીધે જ હું આનંદથી ભરપૂર થય ગયો છું, અને હું રાજી થયને પરભુની સ્તુતિ કરું છું, અને મારું દેહ પણ આશામાં બનેલું રય છે.
કેમ કે દાઉદ રાજા ઈસુની વિષે કેતો હતો, કે, હું પરભુને સદાય મારી હામે જોતો રયો, કેમ કે ઈ મારા જમણી બાજુ છે, જેથી હું ઈ લોકોથી નો બીવ જે મારું નુકશાન કરવા માગે છે.
કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.