25 કેમ કે દાઉદ રાજા ઈસુની વિષે કેતો હતો, કે, હું પરભુને સદાય મારી હામે જોતો રયો, કેમ કે ઈ મારા જમણી બાજુ છે, જેથી હું ઈ લોકોથી નો બીવ જે મારું નુકશાન કરવા માગે છે.
જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.