Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:23 - કોલી નવો કરાર

23 ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:23
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”


હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”


તઈ તેઓએ એને વધસ્થંભે જડયો અને પછી તેઓએ છીઠ્ઠીઓ નાખીને એના લુગડા અંદરો અંદર વેસી લીધા.


તઈ તેઓએ એને વધસ્થંભે જડયો, અને તેઓએ છીઠ્ઠીઓ નાખીને નિર્ણય લીધો કે, કોને ઈસુનું કયું લુગડુ મળશે.


કેમ કે, “માણસનો દીકરો પરમેશ્વરની યોજના પરમાણે કરશે, પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે.”


કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”


જઈ ખોપડી, નામની જગ્યાએ પુગ્યા. ન્યા તેઓએ ઈસુને અને ઈ બે ગુનેગારોને હોતન વધસ્થંભ ઉપર એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ સડાવ્યા.


પણ અમારા મુખ્ય યાજકોએ અને આગેવાનોએ ઈસુને મોતની સજાની હાટુ હોપી દીધો અને એને વધસ્થંભે સડાવવામાં આવ્યો.


તેઓએ ઈસુને વધસ્થંભે જડયો અને એની હારે બીજા બે માણસોને પણ વધસ્થંભે જડયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ.


ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”


યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.


આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.”


ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”


પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.


અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.


“ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!”


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.


ઈ હાટુ કે, બીજી જાતી જેની પાહે મુસાનો નિયમશાસ્ત્ર નથી ઈ વગર નિયમશાસ્ત્રે પરમેશ્વર દ્વારા દંડ પામશે અને યહુદી, જેઓની પાહે મુસાનો નિયમશાસ્ત્ર છે, એનો દંડ નિયમશાસ્ત્ર પરમાણે થાહે.


જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.


ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


પરમેશ્વરે એને આવું કરવા હાટુ જગતની રસના કરયા પેલા જ ગમાડી લીધો. પણ પરમેશ્વરે એને તમારી હામે હવે પરગટ કરયો, જઈ જગત જલદી જ નાશ થય જાહે.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ