Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:22 - કોલી નવો કરાર

22 હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:22
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જો હું પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.


અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


પણ જો હું, પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.


લોકોએ એને કીધુ કે, “નાઝરેથ નગરનો ઈસુ આયથી જાય છે.”


ઈ હાંભળીને, એનામાંથી ક્લીયોપાસ નામનો એક માણસને કીધું કે, લગભગ યરુશાલેમમાં તુ એકલોજ એવો માણસ છે; જે નથી જાણતો કે, પાછલા દિવસોમાં હું થયુ છે.


ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”


જો હું મારા બાપનું કામ નથી કરતો, તો તમે મારી ઉપર વિશ્વાસ નો કરો.


તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.


જે લોકો ઈસુની હારે હતાં, ઈ બીજા લોકોને કેવા લાગ્યા કે, એને લાજરસને કબરમાંથી બારે બોલાવ્યો, અને મરણમાંથી જીવતો કરયો.


જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે.


પિલાતે એક આરોપનામું લખી વધસ્થંભે લગાડયુ, જેમાં લખેલુ હતું કે, “નાઝરેથ નગરનો ઈસુ યહુદીઓનો રાજા છે.”


ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”


ઈસુએ એને કીધું કે, “તમે અનોખી સમત્કારી નિશાની અને નવાય પામે એવા કામો કરવાના નથી.”


પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”


જો આ માણસ પરમેશ્વરની તરફથી નો આવ્યો હોય, તો કાય પણ નો કરી હક્ત.”


તઈ પાઉલે ઉભા થયને તેઓને સુપ રેવા હાટુ હાથથી ઈશારો કરીને કીધું, “હે ઈઝરાયલ દેશના લોકો અને પરમેશ્વરથી બીનારા બિનયહુદી લોકો હાંભળો.”


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


અને હું આભમાંથી અદભુત પરાક્રમ અને નીસે ધરતી ઉપર સમત્કારો અને લોહી અને આગ અને ધુવાડાના વાદળા દેખાડય.


ગમાડેલા ચેલાઓ દ્વારા ઘણાય બધા અદભુત કામો અને સમત્કાર પરગટ થાતા હતા, એનાથી બધાય લોકોમા બીક ઘરી ગયતી.


“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”


મે જવાબ દીધો કે, “હે પરભુ, તુ કોણ છે?” એણે મને કીધું કે, “હું નાઝરેથનો ઈસુ છું, જેને તુ સતાવ છો.”


કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.


રાજા આગ્રીપા, હું બીયા વગર બોલું છું, કેમ કે તુ ઈ વાતોને જાણે છે, અને મને વિશ્વાસ છે કે, આ વાતોમાંથી કાય એનામાંથી હતાડેલી નથી, કેમ કે આ બાબત ખૂણામાં સાની મની નથી થય.


મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ.


આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.


તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”


તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.


તઈ એને મોટી સભાના લોકોને કીધું કે, “હે ઈઝરાયલ દેશના લોકો, જે કાય આ માણસોની હારે કરવા માગો છો, ઈ જોય વિસારીને કરજો.


કેમ કે, અમે એને આવું કેતા હાંભળ્યો છે કે, આ નાઝરેથ ગામનો ઈસુ મંદિરને પાડી નાખશે, અને ઈ રીતી રીવાજને બદલી નાખશે જે મુસાએ આપણને આપ્યા છે.”


ગમાડેલો ચેલો થાવાના લક્ષણો એટલે નિશાનીઓ, સમત્કારો અને સામર્થ્યના કામો ઘણી ધીરજથી તમારામાં થયા હતા.


પરમેશ્વર પણ સમત્કારીક નિશાનીથી, અદભુત કામોથી, જુદા-જુદા પરાક્રમી કામોથી અને પવિત્ર આત્માએ પોતાની ઈચ્છા પરમાણે દાનથી તેઓને સાબિતી આપતા રયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ